India

આવકવેરાનું નવું માળખું જાહેરાત કરતાં નાણાંમંત્રી

આવકવેરાનું નવું માળખું જાહેરાત કરતાં નાણાંમંત્રી

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરી રહ્યા છે. તેઓ સવારે 11 વાગ્યે સંસદમાં પોતાનું બજેટ ભાષણ વાંચવાનું શરૂ કરી દીધું હતું. તો બજેટ સાથે જોડાયેલા તમામ અપડેટસ માટે અહીં જોતા રહો…

– નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવતા બજેટના અંશ

આવકવેરાનું નવું માળખું જાહેરાત કરતાં નાણાંમંત્રી

– આવકવેરાના સ્લેબમાં કરાયો ફેરફાર, પરંતુ આવકવેરાની મુક્તિ મર્યાદામાં કોઇ ફેરફાર કરાયો નથી
– 5 લાખ સુધીની આવક પર કોઇ ઇનકમ ટેક્સ નહીં
– 5 લાખથી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ લાગશે. 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરાયો
– 7.5 લાખથી 10 લાખ સુધીની આવક પર 15 ટકા ઇન્કમ ટેક્સ લાગશે
– 10 લાખથી 12.5 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. આ પહેલાં 30 ટકા હતો
– 12.5 લાખથી 15 લાખની આવક પર 25% ટેક્સ લાગશે
– 15 લાખથી ઉપર પહેલાંની જેમ 30% ટેક્સ લાગશે

–  ગુજરાતના ગિફ્ટસિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ખુલશે
– સરકારે 15મા નાણાંકીય પંચની ભલામણ સ્વીકાર કરી લીધી છે
– સરકાર IPO દ્વારા LICમાં પોતાની શેર મૂડીનો હિસ્સો વેચવાનો પ્રસ્તાવ કરે છે

– 2019-20મા કુલ ખર્ચ 26.99 લાખ કરોડ રૂપિયા
– આ વર્ષે રાજકોષીય ખાધ જીડીપીના 3.8 ટકા રહેવાની ધારણા, આવતા વર્ષ માટે 3.5 ટકાનો લક્ષ્યાંક
– હાલના રૂઝાન પ્રમાણે 2020-21મા નૉમિનલ જીડીપી ગ્રોથ 10 ટકા રહેવાની ધારણા
– આવતા વર્ષે સરકાર 5.36 લાખ કરોડ રૂપિયા બજારમાંથી ઉધાર લેશે. તેનો મોટાભાગનો હિસ્સો મૂડી ખર્ચ માટે થશે

– LICનો એક મોટો હિસ્સો સરકાર વેચશે

 • સીતારમણની મોટી જાહેરાત

– બેન્કોમાં પૈસા જમા કરાવા માટે ઇન્શોયરન્સ કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાઇ છે. એટલે કે જો બેન્ક ડૂબે છે તો તમારી 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ સરકાર પાછી આપશે

 • પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેલલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એકટમાં ફેરફાર કરાશે. તેના અંતર્ગત સરકારી કર્મચારીઓના એનપીએસ ટ્રસ્ટને પીએફઆરડીઆઈથી અલગ કરાશે. તેમાં સરકારની જગ્યા કર્મચારીઓનું જ પેન્શન ટ્રેસ્ટ બનાવાનો અધિકાર અપાશે.
 • ટેક્સપેયર્સમાટે નાણાં મંત્રીની જાહેરાત

  – ટેક્સપેયર્સ ચાર્ટરને સંસ્થાગત રૂપ અપાશે. આ અમારા કાયદાનો હિસ્સો હશે. અમને ટેક્સપેયર્સ પર વિશ્વાસ છે કે તેની સાથે કોઇપણ પ્રકારની પ્રતાડના થશે નહીં. અમે તેને સહન કરીશું નહીં. જો આ પ્રકારની કોઇ વાત થઇ તો ગુનાહિત કેસ ચાલશે.
  – નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી કોમ્પ્યુટર બેઝડ ઑનલાઇ પરીક્ષા દ્વારા ભરતી કરીશું. દરેક જિલ્લામાં તેના માટે એક સેન્ટર બનશે.

 • 2022માં ભારત G-20ની અધ્યક્ષતાનું યજમાન બનશે
 • લોકોના નાણાં બેન્કોમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે
 • જમ્મુ-કાશ્મીર માટે 30757 રકરોડ અને લદ્દાખ માટે 59589 કરોડ રૂપિયાની અલગ ફંડની ફાળવણી
 • તિરૂવલ્લૂરે જે પાંચ રત્નોનો ઉલ્લેખ ર્યો છે તો મોદીએ તેને પૂરા કરી દેખાડ્યા છે. સ્વાસ્થ્ય, ખુશાલી, સુરક્ષા અને ખેડૂતો માટે કેટલાંય ઉપાય કરાયા છે: સીતારમણ
 • 3150 કરોડની ફાળવણી સંસ્કૃતિ માટે
  –  અમદાવાદમાં સમુદ્રી સંગ્રહાલય બનાવાશે
  – ગુજરાતમાં આવેલી ધોળાવીરાને આઇકોનિક સાઇટ તરીકે વિકસિત કરાશે. લોથલમાં મેરીટાઇમ મ્યુઝિયમ બનશે. લોથલનો ઉલ્લેખ હડપ્પા સભ્યતામાં એક પોર્ટ તરીકે છે.
  – સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ડીમ્ડ યુનિવર્સિટી
  – ગુજરાતની ધોળાવીરા સહિતની દેશની પાંચ આર્કિયોલોજીકલ સાઈટને રિડેવલપ કરાશે, લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવાશે
 •  પોષાહાર યોજના માટે રૂપિયા 35,300 કરોડની ફાળવણી
 • મહિલાઓને લગતી યોજના માટે રૂપિયા 28,600 કરોડની ફાળવણી
 • અનુસૂચિ જનજાતિ માટે રૂપિયા રૂપિયા 53,700 કરોડની ફાળવણી
 • સિનીયર સિટીઝન માટે રૂપિયા 9,500 કરોડ ફાળવણીમહિલાઓ સાથે જોડાયેલી જાહેરાત

બેટી બચાવો, બેટી પઢાઓની સફળતા ઉલ્લેખનીય છે. છોકરીઓનો સ્કૂલે જવાનો આંકડો છોકરાઓ કરતાં વધારે છે. 98 ટકા છોકરીઓ નર્સરી લેવલ પર સ્કૂલ આવી રહી છે. પ્લસ ટુ લેવલ પર પણ આ પ્રકારના આંકડા છે. છોકરીઓ છોકરા કરતાં કોઇ મામલામાં પાછળ નથી. 6 લાખથી વધુ આંગણવાડી કાર્યકર્તાઓને સ્માર્ટફોન આપવામાં આવ્યા છે. પોષણમાં સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ બાળકો માટે પણ અગત્યનું છે. આંગણવાડી સેવિકાઓ સ્માર્ટફોન દ્વારા પોષણની સ્થિતિ બતાવે છે. પોષણ અભિયાન દ્વારા છ લાખથી વધુ સેવિકાઓ આ કામમાં લાગેલ છે.

– 2 નવી નેશનલ સાયન્સ સ્કીમ રજૂ કરવામાં આવશે. એક લાખ ગ્રામપંચાયતને ફાઈબર ઓપ્ટિક્સથી કનેક્ટ કરાશે, દેશભરમાં પ્રાઈવેટ ડેટા સેન્ટર બનાવવાની મંજૂરી. ઈન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલની રચના કરવામાં આવશે.

– નેશનલ ઈન્ફ્રા પાઈપલાઈન માટે રૂપિયા 103 કરોડની ફાળવણી. નેશનલ લોજિસ્ટીક પોલિસી ટૂંક સમયમાં રજૂ કરાશે. નેશનલ ગેસ ગ્રિડનો વ્યાપ 27,000 કિમી કરવામાં આવશે. ડેટા સેન્ટર પાર્ક માટે પોલિસી ટૂંક સમયમાં આવશે.

– ભારતનેટથી 1 લાખ ગ્રામ પંચાયત જોડાશે. ગ્રાહકો સ્માર્ટ પ્રીપેઈડ મીટરથી વીજળીનું બિલ ચુકવી શકશે અને સપ્લાયરની પસંદગી પણ કરી શકશે, રીન્યુએબલ એનર્જી માટે 22 હજાર કરોડનું ફંડ ફાળવાયું. વેપારીઓને એક્સપોર્ટ ઈન્સ્યોરન્સ કવર વધારવા માટે નિર્વિક યોજના શરૂ કરવામાં આવશે. ઈન્ફ્રા પાઈપલાઈન મારફતે રૂપિયા 65 પ્રોજેક્ટ કરીશું. ટેક્સટાઈલ મિશન અંતર્ગત રૂપિયા 1,480 કરોડની ફાળવણી. નાના એક્સપોર્ટર્સ માટે NIRVIK સ્કીમ લાવીશું. ઈન્ડસ્ટ્રી, કોમર્સ વિસ્તાર માટે રૂપિયા રૂપિયા 27,300 કરોડ

 • રેલવે માટે કરાઇ ખાસ જાહેરાતો

– 4 રેલવે સ્ટેશન અને 140 ટ્રેન પીપીપી ધોરણે વિકસાવાશે
– અમદાવાદ- મુંબઇ વચ્ચે વધુ હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે
– તેજસ જેવી નવી ટ્રેન શરૂ કરાશે, આ નવી ટ્રેનોથી પ્રવાસન સ્થળોને જોડવામાં આવશે
– ત્રણ નવા એક્સપ્રેસ વે બનશે, 2023 સુધીમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ કરાશે
– 550 સ્ટેશનો પર વાઈફાઈ સેવા શરૂ કરાશે
– રેલવે ટ્રેકને સમાંતર રેલવેની જ જમીન પર સોલાર પેનલ નાંખીને વીજળી ઉત્પન્ન કરાશે, 27 હજાર KM ટ્રેકનું ઈલેક્ટ્રિફીકેશન કરાશે

 • એજ્યુકેશન સેકટર માટે કરાઇ જાહેરાતો
  – 99300 કરોડ એજ્યુકેશન સેક્ટર માટે ફાળવાયા
  – 300 કરોડ સ્કિલ્ડ ડેવલપમન્ટ માટે ફાળવાયા
  – નેશનલ પોલીસ યુનિવર્સિટી, 11 ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનશે
  – નવી શિક્ષણનીતિ ટૂંક સમયમાં જાહેર થશે, બે લાખ લોકોએ સૂચનો મોકલ્યા
  – ગરીબ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એજ્યુકેશન
  – માર્ચ,2021 સુધી ડિપ્લોમા માટે 150 નવી સંસ્થા ખોલાશે
 • હેલ્થ સેકટર માટેની જાહેરાતો
  – હેલ્થ સેક્ટર માટે રૂપિયા 69,000 કરોડની ફાળવણી , સ્વચ્છ ભારત માટે રૂપિયા 12,300 કરોડની ફાળવણી , PPP મોડેલ હેઠળ હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે , આયુષ્યમાન સ્કીમમાં નવી હોસ્પિટલ ખોલવામાં આવશે , વર્ષ 2025 સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવામાં આવશે , આયુષ્માન ભારત યોજના સાથે 20 હજાર હોસ્પિટલો જોડાઈ
  – ટીબી હારેગા, દેશ જીતેગા – આ અભિયાન લોન્ચ કરાયું છે. 2025 સુધીમાં તેને ભારતમાંથી ખત્મ કરાશે
  – હેલ્થકેર મિશન ઇન્દ્રધનુષ 12 બીમારીઓથી લડે છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પણ ચલાવી રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન પણ ચાલી રહ્યું છે.
  – પીએમ જનઆરોગ્ય યોજનાની અંતર્ગત 20000થી વધુ હોસ્પિટલ પેનલમાં છે. અમે તેને વધારીશું. પીપીપી મોડમાં હોસ્પિટલ બનાવીશું. 1112 આસ્પરેશનલ જિલ્લામાં જ્યાં ઇમ્પેનલ હોસ્પિટલ નથી, તેને વધારાશે. તેનાથી મોટી સંખ્યામાં રોજગાર મળશે.
  – મેડિકલ સાધનો પર જે ટેક્સ લાગે છે તેનાથી મળનાર પૈસાનો ઉપયોગ હોસ્પિટલ બનાવામાં કરાશે.
  – 10 લાખથી વધુ વસતીવાળા શહેરોમાં આ સ્કીમ આ વર્ષ સુધી લાગૂ કરવાનું લક્ષ્ય છે. દરેક ઘર સુધી પાઇપથી પાણી પહોંચાડવા માટે 3.6 લાખ કરોડ રૂપિયા અપાઇ રહ્યા છે.અમારી સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે.
 • 1) એ રાજ્યોને પ્રોત્સાહિત કરાશે જે કેન્દ્રના મોડલ લૉને માનશે
 • 2) પાણીની સમસ્યાથી ઝઝૂમી રહેલા 100 જિલ્લાઓ માટે વ્યાપક ઉપાય કરવાનો પ્રસ્તાવ છે.
 • 3) અન્નદાતા ઉર્જાદાતા પણ છે. પીએમકુસુમ સ્કીમથી ફાયદો થયો છે. હવે અમે 20 લાખ ખેડૂતોને સોલર પંપ આપીશું
 • 4) 15 લાખ ખેડૂતોને ગ્રિડ કનેક્ટેડ પંપસેટ સાથે જોડાશે
 • 5) 162 મિલિયન ટનના ભંડારણની ક્ષમતા છે. નાબાર્ડ તેને જીયોટેગ કરશે. નવા બનાવાશે. બ્લોક અને તાલ્લુકના સ્તર પર બનશે. રાજ્ય સરકાર જમીન આપી શકે છે. એફસીઆઈ પોતાની જમીન પર પણ બનાવી શકે છે.
 • 6) વિલેજ સ્ટોરેજ સ્કીમ – સેલ્ફ હેલ્પ ગ્રૂપ દ્વારા
 • 7) મિલ્ક, મીટ, ફીશને પ્રીઝર્વ માટે ખેડૂત રેલ બનશે
 • 8) કૃષિ ઉડાન લોન્ચ કરાશે. આ પ્લેન કૃષિ મંત્રાલયની તરફથી ચાલશે
 • 9) હોર્ટિકલ્ચર- 311 મિલિયન ટનની સાથે આ અન્ન ઉત્પાદનને આગળ નીકાળી ચૂકયા છે. અમે રાજ્યોને મદદ કરીશું. વન પ્રોડક્ટ વન ડિસ્ટ્રિક્ટની સ્કીમ બનાવીશું
 • 10) ઇંટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ – સંચિયત વિસ્તારમાં નેચરલ ફાર્મિગ – જૈવિક ખેતી માટે પોર્ટલ, ઓનલાઇન માર્કેટ મજબૂત બનાવાશે.
 • 11) ફિનાસિંગ ઓન નિગોશિએબલ વેર હાઉસિંગ સ્કીમ – મજબૂત બનાવાશે
 • 12) નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને ઉત્સાહિત કરાશે. 15 લાખ કરોડ રૂપિયાની લોન ખેડૂતોને આપવાનું લક્ષ્ય છે– ખેતીને પ્રતિસ્પર્ધાત્મક બનાવીને ખેડૂતોની ઉન્નતિ સુનિશ્ચિત કરી શકે છે.
 • આપણું વતન ખીલતા શાલીમાર બાગ જેવું આપણું વતન ડલ ઝીલમાં ખીલતા કમળ જેવું નવજવાનોના ગરમ લોહી જેવું મારું વતન, તારું વતન, આપણું વતન, દુનિયાનું સૌથી પ્યારું વતન – નાણાંમંત્રીએ બજેટ ભાષણ દરમ્યાન પંડિત દીનાનાથ કૌલની કાશ્મીરી કવિતા વાંચી
 • હું આ બજેટને બે અત્યાધુનિક વિકાસની પૃષ્ઠભૂમિમાં રજૂ કરવા માંગું છું, બજેટના ત્રણ અગત્યના વિષય છે, મહત્વકાંક્ષી ભારત, બધા માટે આર્થિક વિકાસ અમારો સંરક્ષિત સમાજ: નિર્મલા સીતારમણ
 • કેન્દ્ર સરકારનું દેવું ઘટીને માર્ચ 2019મા જીડીપીના 48.7 ટકા પર આવી ગયું. ભારતનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ 2014-19 દરમ્યાન 284 બિલિયન અમેરિકન ડોલર પર પહોંચ્યું. હવે આપણે વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છીએ: સીતારમણ
 • સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસથી કર્યક્રમોના ક્રિયાન્વયનની ગતિ કયાં વધી ગઇ
 • ઓછા જીએસટીના દરોના લીધે સરેરાશ પરિવારના માસિક ખર્ચમાં 4 ટકાનો ઘટાડો આવ્યો. જીએસટી સામે કેટલીક મુશ્કેલીઓ આવી, પરંતુ જીએસટી તેમને દૂર કરવામાં સક્રિય રહ્યું.
 • છેલ્લાં બે વર્ષમાં 60 લાખ વધુ ટેક્સ પેયર્સને જોડ્યા. જીએસટીથી દેશ આર્થિક રીતે એકીકૃત થયું, ઇંસ્પેકટર રાજ ખત્મ થયું. 1 એપ્રિલ 2020થી સરળીકૃત નવી વિવરણી સિસ્ટમ શરૂ થશે.
 •  હું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરી રહ્યો છું. મે 2019મા મોદીજીએ પ્રચંડ બહુમતી પ્રાપ્ત કરી. ભારતના લોકોએ માત્ર રાજકીય સ્થિરતા માટે નહીં પરંતુ મજબૂત અર્થતંત્ર માટે આપ્યું છે.
 • મોદીના નેતૃત્વમાં જોશના સાત દેશની સેવા કરી રહ્યા છે, દેશને અમારા પર ભરોસા છે. આ બજેટ લોકોની આવક સુનિશ્ચિત કરવા અને તેની ક્રય શક્ત વધારવા માટે છે. સીતારમણે પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલની શ્રદ્ધાંજલિ આપી.

– લોકસભા પહોંચ્યા નાણાંમંત્રી નિર્મલા સીતારમણ, શરૂ થઇ ગૃહની કાર્યવાહી, નિર્મલા સીતારમણે બજેટ વાંચવાનું શરૂ કર્યું

– સીતારમણનો પરિવાર પહોંચ્યો સંસદ ભવન, સીતારમણની દીકરી પણ છે

.11 કરોડ ખેડૂતોની આવક વધારવા પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત કરાશે

 • .11 કરોડ ખેડૂતોની આવક વધારવા પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત કરાશે
 • 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય
 • દૂધ, માંસ, માછલી માટે કિસાન રેલ યોજનાપાણી
 • ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા 100 જિલ્લામાં સર્વગ્રાહી જળ સંચય યોજના લાગૂ કરાશે
 • પાણી પૂરવઠા માટે 3.03 લાખ કરોડની ફાળવણી
 • અનાજના સંગ્રહ માટે તાલુકા સ્તરે વધુ ગોડાઉન બનાવવાની યોજના માટે વધુ ફંડ ફાળવાશે
 • નાબાર્ડ અને મુદ્રાના સહયોગથી ધાન્યલક્ષ્મી યોજના લાગૂ કરાશે, જેમાં અનાજના સંગ્રહમાં મહિલાઓની ભૂમિકા વધશે
 •  અન્નદાતા ઉર્જાદાતા પણ બની શકે તેના માટે 20 લાખ ખેડૂતોને સોલર પમ્પ લગાડવામાં સરકાર મદદ કરશે
 •  કેમિકલ ફર્ટિલાઈઝરને જરૂરિયાત કરતા વધારે ઉપયોગ થતો રોકવા માટે પગલા લેવામાં આવશે
admin
कृपया ऑस्कर न्यूज चैनल,फेसबुक पेज,ट्विटर,लिंक को लाइक,शेयर और सब्सक्राइब करें बाबूसिंह सोलंकी➡डेस्कमो:/9408501954➡व्हाट्सएप्प:/9427083648/7383926116 ➡इमेल:oscarnews.gujarat@gmail.com➡इमेल:oscarnews.india@gmail.com➡इमेल:oscarnews.world@gmail.com➡इमेल:oscarnews.gujarat@oscarnews.tv➡वेबसाइड:www.oscarnews.in (9429544073/8140476171)
http://www.oscarnew.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *